BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
આ વખતનો ઉનાળો આવનારી પ્રચંડ ગરમીનું ટ્રેલર : જંગલોમાં આગ લાગશે, પૂર અને વાવાઝોડાં આવશે?
વર્લ્ડ મીટિયોરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશનના અહેવાલમાં કરવામાં આવેલી આગાહી અનુસાર, વિશ્વનું તાપમાન વર્તમાન દરે સતત ઊંચું જઈ શકે છે અને આવતાં પાંચ વર્ષોમાં તે વિક્રમી ઊંચાઈ પર પહોંચી શકે છે.
ભારતમાંથી જ સીધા ટેસ્લા કે ઍપલ જેવી અમેરિકન કંપનીઓના શૅર ખરીદી શકાય?
શૅરબજારોમાં રોકાણ કરવામાં રસ ધરાવનારા ઘણી વાર આ પ્રશ્ન પૂછતા હોય છે. તેનો જવાબ સીધો 'હા' કે 'ના'માં હોઈ શકે છે, પરંતુ તેના માટે કેટલીક પાયાની અને કાનૂની વાતો સમજવી જરૂરી છે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકે ભારત આવ્યા બાદ વિરોધપ્રદર્શન કરવાની જાહેરાત કરી - ન્યૂઝ અપડેટ
ગુજરાત, દેશ અને દુનિયાના સમાચાર જાણવા માટે બીબીસી ગુજરાતીના આ પેજ સાથે જોડાયેલા રહો.
Census India - 2027 : જ્યારે ટપાલ મોકલીને ભારતનાં લાખો ગામડાંમાં વસ્તીગણતરી કરાઈ
સ્માર્ટફોન અને સરકારી ઍપ્સ આવી, તે પહેલાં ભારતે વિશ્વની સૌથી વિરાટ આંકડાકીય કવાયતોમાં સ્થાન ધરાવતી વસ્તીગણતરી હાથ ધરવા માટે તેના વિશાળ પોસ્ટલ નેટવર્કનો સહારો લીધો હતો.
'જાણે દર મહિને યમરાજ જીવ લેવા આવતા હોય', મહિલાઓને થતી માનસિક બીમારી
પીએમડીડી એ માનસિક આરોગ્યને લગતો વિકાર છે, જેના કારણે ગંભીર મનોવૈજ્ઞાનિક અને ક્યારેક શારીરિક લક્ષણો ઉદ્ભવે છે.
GT Vs RCB : એવું શું થયું હતું કે વિરાટ કોહલીની શુભમન ગિલ અને અમ્પાયર સાથે તકરાર થઈ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઇટન્સની ફાઇનલમાં આરસીબી બીજી વાર ટ્રૉફી જીતી ગયું છે. ફાઇનલમાં આરસીબીને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે આસાનીથી પાર કરી લીધો હતો.
Gujarat Rain Update : ગુજરાતમાં ઝડપી પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, કયા જિલ્લાઓમાં હવામાન પલટાશે?
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, ભારત તરફ સતત આગળ વધી રહેલા ચોમાસાની અસરો હવે દેખાવાનું શરૂ થઈ ચૂક્યું છે. નોંધનીય છે કે ભારતની મુખ્ય ભૂમિ પર ચોમાસું સામાન્યપણે 1 જૂનની આસપાસ બેસી જતું હોય છે.
વીડિયો, દાર્જિલિંગમાં પર્યટકોને કેવી મુશ્કેલી પડી રહી છે અને સ્થાનિકો શું બોલ્યા?, અવધિ 1,30
પર્યટકો અને સ્થાનિકોને કઈ વાતની તકલીફ પડી રહી છે, તથા તેઓ આના વિશે શું કહી રહ્યા છે, તેના વિશે આ વીડિયોમાં જાણો.
'અહીં જ મોટા થયા, માબાપ બન્યાં, બાળકોનાં પણ લગ્ન કરાવ્યાં, પરંતુ હવે...' ભારતમાંથી બાંગ્લાદેશ ભાગી રહેલા લોકો શું કહી રહ્યા છે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે જે લોકો ગેરકાયદે રીતે ભારતમાં આવ્યા હતા, તેઓ જો 'સ્વેચ્છાએ' પાછા જવા ઇચ્છતા હોય તો તેમના વિરુદ્ધ કોઈ કેસ દાખલ કરવામાં નહીં આવે. આ જાહેરાત પહેલાંથી જ દરરોજ ઘણા લોકો સીમા પાર કરીને બાંગ્લાદેશમાં પ્રવેશવા માટે સાતક્ષીરા અને પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સીમા વિસ્તારોમાં પહોંચવા લાગ્યા છે.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
'કિંગ કોહલી'ના ઝંઝાવાતના બળે આરસીબી આઇપીએલ ફાઇનલ જીતી, ગુજરાત ટાઇટન્સનો ઘરઆંગણે રકાસ
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઇપીએલની 19મી સિઝનની ફાઇનલ મૅચમાં ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ (આરસીબી) વચ્ચેનો મુકાબલો પાંચ વિકેટથી જીતી લીધો હતો.
એક જ મહિનામાં 2 પૂર્ણિમા : આજે જોવા મળશે 'બ્લૂ મૂન' જેવી દુર્લભ ઘટના, આવું કેમ થાય છે?
એક જ મહિનામાં બે પૂર્ણિમાના ચંદ્ર હોવા અત્યંત દુર્લભ છે. તેથી, તે મહિનાના બીજા પૂર્ણિમાને 'બ્લુ મૂન' કહેવામાં આવે છે.
'ઝેરનો વેપારી' જે વિશ્વભરના લોકોને ઝેરી કેમિકલ ઑનલાઇન સપ્લાય કરતો હતો
કૅનેડામાં એક શખ્સે ઑનલાઇન ઝેરી કેમિકલ્સનું વેચાણ કર્યા પછી આપઘાત કરવામાં મદદ કરવાના 14 મામલામાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. કોણ છે આ 'ઝેરનો કારોબારી' અને તે કેવી રીતે દુનિયાભરમાં ઑનલાઇન ઝેર સપ્લાય કરતો હતો?
ગુજરાત કરતાં પણ વિસ્તારમાં નાના આ દેશનું શૅરબજાર ભારતના શૅરબજાર કરતાં કેવી રીતે આગળ નીકળી ગયું?
તાઇવાન સોમવારે શેરબજાર મૂલ્ય એટલે કે સ્ટૉક માર્કેટ વૅલ્યુએશનની બાબતમાં ભારત કરતાં આગળ નીકળી ગયું. તેની પાછળનું સૌથી મોટું કારણ દુનિયાની સૌથી મોટી ચિપ બનાવનારી કંપની તાઇવાન સેમિકંડક્ટર મૅન્યુફૅક્ચરિંગ કંપની (ટીએસએમસી)ના શેરોમાં આવેલો વિસ્ફોટક ઉછાળો રહ્યો.
ગૅસ પાસ કરતી વખતે શરીરમાંથી દુર્ગંધ કેમ આવે છે, આ રીતે નિયંત્રિત કરી શકાય
તમામ લોકો ગૅસ પાસ કરે છે. ઘણા-ખરા લોકો દિવસમાં ઘણી વખત ગૅસ પાસ કરે છે, કેટલાક અભ્યાસો પ્રમાણે, આઠથી 25 વખત.
સિક્સનો વરસાદ કરનાર વૈભવ સૂર્યવંશીએ IPLની એક જ સિઝનમાં આ 9 સિદ્ધિ મેળવી
ગુજરાત ટાઇટન્સે બીજી ક્વૉલિફાયરમાં રાજસ્થાન રૉયલ્સને હરાવીને આઇપીએલ 2026 સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગુજરાત ટાઇટન્સના આ વિજય સાથે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની 2026 આઇપીએલ સિઝનનો પણ અંત આવ્યો, જે આઇપીએલના ઇતિહાસની સૌથી પ્રભાવશાળી સિઝનમાંની એક છે.
'ગરમ પાણીના ટબમાં બાળકીને નવડાવી અને તેનું મૃત્યુ થયું', હત્યારી સાવકી માતાનું રહસ્ય ખૂલતાં 50 વર્ષ લાગ્યાં
ભાઈ-બહેન નિક્સ દ્વારા આપવામાં આવતી સજાના ખોફમાં જીવતાં હતાં. બંનેને ઢોર માર મારવામાં આવતો અને બિલાડીનો ખોરાક ખાવાની ફરજ પાડવામાં આવતી હતી.
સાઉદી અરેબિયામાં 20 વર્ષ જેલમાં વિતાવીને ભારતીય ડ્રાઇવર વતન પરત ફર્યા, જીવ બચાવવા 'બ્લડ મની' તરીકે આપેલા 34 કરોડ કેવી રીતે ભેગા કર્યા?
અબ્દુલ રહીમ માટે દુનિયાભરમાંથી, ખાસ કરીને કેરળના લોકોએ 'બ્લડ મની' હેઠળ 34 કરોડ રૂપિયા ક્રાઉડ સોર્સિંગ ઍપથી એકઠા કર્યા હતા. રહીમ પર એક છોકરાની હત્યાનો આરોપ લાગ્યો હતો.
ઝકિયા અહમદ : શરીરે માસિકનું લોહી લગાડીને મરવાનું નાટક કરી જીવ બચાવનારાં અફઘાની મહિલાએ કેવી રીતે ઍવરેસ્ટ સર કર્યો?
પર્વતારોહી ઝકિયા અહમદ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર પ્રથમ અફઘાન મહિલા બન્યાં છે. ઑસ્ટ્રેલિયામાં 30 વર્ષીય નિર્વાસિત જીવન વિતાવનારાં ઝકિયાએ 21મેના રોજ 8,848 મીટર ઊંચા શિખર પર પગ મૂકીને ઇતિહાસ રચી દીધો.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ



























































